પ્રેરણામૂર્તિ પ્રમુખસ્વામી મહારાજઃ સંક્ષિપ્ત જીવન પરિચય
 
        એક શાંત, અહંશૂન્ય, સરળ અને સાધુતાસભર આધ્યાત્મિક વ્યક્તિત્વ એટલે પ્રમુખસ્વામી મહારાજ.
પળેપળ બીજા માટે જીવવું અને પોતાની જાતને ભૂલી જઈને પરમાત્મામય રહેવું, તેનું બીજું નામ એટલે પ્રમુખસ્વામી મહારાજ. વિશ્વ શાંતિ માટે સદા કટિબદ્ધ અને વિશ્વના સૌથી વધુ પ્રભાવક ધર્મગુરુઓમાં આદરણીય સ્થાન ધરાવતા પ્રમુખસ્વામીજીએ ‘બીજાના ભલામાં આપણું જ ભલું છે…!’
જીવનસૂત્ર સાથે અનેકવિધ સેવાઓમાં પોતાનું સમગ્ર જીવન સમર્પિત કર્યું હતું. અસંખ્ય લોકોના તારણહાર સ્વામીજી જીવનના નવ નવ દાયકાઓ સુધી લોકહિત માટે અવિરત 17,000થી વધુ ગામડાંઓ-નગરોમાં ઘૂમતા રહ્યા.
અક્ષરધામ જેવા જગવિખ્યાત સંસ્કૃતિધામ ઉપરાંત, જગતભરમાં 1,100થીય વધુ મંદિરોનું સર્જન કરીને તેમણે સંસ્કૃતિનાં ચિરંતન સ્મારકો અને લોકસેવાનાં ધામ સ્થાપ્યાં. ભગવાન સ્વામિનારાયણની ગુણાતીત ગુરુપરંપરાના પાંચમા ગુરુદેવ આ મહાન સંતે અસંખ્ય લોકોનાં જીવનમાં આધ્યાત્મિક પ્રેરણાઓ સિંચીને તેમનું જીવન પરિવર્તન કર્યું છે. અનેક મુમુક્ષુઓએ તેમના સાંનિધ્યમાં પરબ્રહ્મની દિવ્ય અનુભૂતિ કરી છે, ઉચ્ચ આધ્યાત્મિક શિખર પ્રાપ્ત કર્યું છે, અને અનેક કરી રહ્યા છે.
આનુપૂર્વી
પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની દિવ્ય જીવન-યાત્રા સમયરેખાના માર્ગચિન્હો
- 
                        1921 તા. 7-12-1921 (માગશર સુદ 8, બુધવાર, સં. 1978) તા. 7-12-1921 (માગશર સુદ 8, બુધવાર, સં. 1978)
 ચાણસદ ગામે સવારના આઠના સુમારે પ્રાગટ્ય.
- 
                        1939તા. 7-11-1939
 ગૃહત્યાગ.
- 
                        1939 તા. 22-11-1939 તા. 22-11-1939
 અમદાવાદમાં બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજના વરદ હસ્તે પાર્ષદી દીક્ષા.
- 
                        1940તા. 10-1-1940
 ગોંડલ – અક્ષરદેરીમાં બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે ભાગવતી દીક્ષા આપી ‘નારાયણસ્વરૂપદાસ’ નામ ધારણ કરાવ્યું.
- 
                        1939-46સંસ્કૃતનો અભ્યાસ, મંદિર-નિર્માણની સેવા, શાસ્ત્રીજી મહારાજની સેવામાં.
- 
                        1950 તા. 21-5-1950 તા. 21-5-1950
 બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ દ્વારા માત્ર 28 વર્ષની ઉંમરે બી.એ.પી.એસ. સંસ્થાના પ્રમુખપદે વરણી.
- 
                        1959-60બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજની સાથે પ્રથમ વિદેશ ધર્મયાત્રા.
- 
                        1968તા. 27-11-1968
 બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજે પ્રમુખસ્વામી મહારાજનો સર્વ પ્રથમ વખત 48મો જન્મજયંતી મહોત્સવ ઊજવીને દર વર્ષે તેમનો જન્મોત્સવ ઊજવવાની ભક્તોને આજ્ઞા કરી.
- 
                        1971 23 January (Posh vad 11, VS 2027)
                                    તા. 23-1-1971 23 January (Posh vad 11, VS 2027)
                                    તા. 23-1-1971
 યોગીજી મહારાજ અંતર્ધાન થયા. તેમના અનુગામી તરીકે સ્વામીશ્રી લાખો ભક્તોના ગુરુપદે બિરાજ્યા.
- 
                        1971 તા. 3-6-1971 તા. 3-6-1971
 સાંકરીમાં સ્વામીશ્રીના સ્વહસ્તે પ્રથમ શિખરબદ્ધ મંદિરની મૂર્તિપ્રતિષ્ઠા થઈ. ત્યારબાદના સાડા ચાર દાયકામાં તેમણે દેશ-વિદેશમાં સેવાનાં ધામ સમાં કુલ 1100થી વધુ મંદિરો રચીને પ્રાણપ્રતિષ્ઠા કરી.
- 
                        1974 ગુરુપદે બિરાજ્યા પછી તેમણે અમેરિકા ખંડની પ્રથમ ધર્મયાત્રા કરી. ઠેરઠેર ‘કી ટુ ધ સિટી’ બહુમાનો દ્વારા તેમને બિરાદાવાયા. અમેરિકા ખંડમાં ન્યૂયોર્ક ખાતે સૌ પ્રથમ બી.એ.પી.એસ. મંદિર રચ્યું. 			ત્યારપછીના ચાર દાયકામાં તેમણે યુ.એસ.એ.માં પથ્થરમાંથી નિર્મિત ભારતીય પરંપરાગત શૈલીનાં છ શિખરબદ્ધ મંદિરો અને અન્ય 70 મંદિરોની પ્રાણપ્રતિષ્ઠા કરી. ગુરુપદે બિરાજ્યા પછી તેમણે અમેરિકા ખંડની પ્રથમ ધર્મયાત્રા કરી. ઠેરઠેર ‘કી ટુ ધ સિટી’ બહુમાનો દ્વારા તેમને બિરાદાવાયા. અમેરિકા ખંડમાં ન્યૂયોર્ક ખાતે સૌ પ્રથમ બી.એ.પી.એસ. મંદિર રચ્યું. 			ત્યારપછીના ચાર દાયકામાં તેમણે યુ.એસ.એ.માં પથ્થરમાંથી નિર્મિત ભારતીય પરંપરાગત શૈલીનાં છ શિખરબદ્ધ મંદિરો અને અન્ય 70 મંદિરોની પ્રાણપ્રતિષ્ઠા કરી.
- 
                        1981 7 March to 13 April 7 March to 13 April
 અમદાવાદ ખાતે ભગવાન સ્વામિનારાયણ દ્વિશતાબ્દી મહોત્સવ ભવ્યતાથી સતત 37 દિવસ દરમ્યાન ઉજવ્યો. જેમાં 80 લાખ કરતાં વધુ લોકોએ ભાગ લીધો. આ પ્રસંગે એક સાથે 207 સુશિક્ષિત યુવાનોને ત્યાગાશ્રમની દીક્ષા આપીને ભારતીય અધ્યાત્મિક ઇતિહાસમાં એક સુવર્ણ પૃષ્ઠ રચ્યું.
- 
                        1983 તા. 5-2-1983 તા. 5-2-1983
 પ્રમુખસ્વામી મહારાજને 62 વર્ષની ઉંમરે હૃદયરોગનો હુમલો આવ્યો. ત્યારપછી પણ તેમણે 30 વર્ષ સુધી દિવસ-રાત પુરુષાર્થ કરીને અનેકવિધ સેવાકાર્યો આગળ ધપાવ્યાં.
- 
                        1984 વેટિકનમાં કેથલિક ખ્રિસ્તી ધર્મવડા પોપ જ્હોન પોલ-બીજા સાથે મુલાકાત કરી ધર્મસંવાદિતાનો સંદેશ આપ્યો. વેટિકનમાં કેથલિક ખ્રિસ્તી ધર્મવડા પોપ જ્હોન પોલ-બીજા સાથે મુલાકાત કરી ધર્મસંવાદિતાનો સંદેશ આપ્યો.
- 
                        1985 લંડન-યુ.કે.માં ભારતીય સંસ્કૃતિનો દિગ્વિજય કરતો અપૂર્વ કલ્ચરલ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા યોજીને ઇંગ્લેન્ડમાં સાંસ્કૃતિક મોજું પ્રસરાવ્યું. આ પ્રસંગે ભક્તોએ ક્યૂ.પી.આર. સ્ટેડિયમમાં તેમને સુવર્ણતુલાનું બહુમાન આપ્યું. સ્વામીશ્રીએ એ બહુમાન-રાશિ ગુજરાતમાં કરમસદ ખાતે મેડિકલ કોલેજના નિર્માણમાં અર્પણ કરી દીધી. લંડન-યુ.કે.માં ભારતીય સંસ્કૃતિનો દિગ્વિજય કરતો અપૂર્વ કલ્ચરલ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા યોજીને ઇંગ્લેન્ડમાં સાંસ્કૃતિક મોજું પ્રસરાવ્યું. આ પ્રસંગે ભક્તોએ ક્યૂ.પી.આર. સ્ટેડિયમમાં તેમને સુવર્ણતુલાનું બહુમાન આપ્યું. સ્વામીશ્રીએ એ બહુમાન-રાશિ ગુજરાતમાં કરમસદ ખાતે મેડિકલ કોલેજના નિર્માણમાં અર્પણ કરી દીધી.
- 
                        1985 22 October to 19 December 22 October to 19 December
 અમદાવાદમાં સતત 59 દિવસનો અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી દ્વિશતાબ્દી મહોત્સવ ઊજવ્યો, જેમાં 80,00,000 કરતાં વધુ લોકો ઊમટ્યા અને પવિત્ર સંદેશ મેળવ્યો.
- 
                        1987-88 ગુજરાતના કારમા દુષ્કાળમાં સ્વામીશ્રીએ વિરાટ પાયે દુષ્કાળ રાહતકાર્યો કર્યાં. હજારો પશુઓને નવું જીવન આપવા વિશાળ પાયે વૈજ્ઞાનિક અભિગમથી કેટલ કેમ્પસ્ કર્યાં. ગુજરાતના કારમા દુષ્કાળમાં સ્વામીશ્રીએ વિરાટ પાયે દુષ્કાળ રાહતકાર્યો કર્યાં. હજારો પશુઓને નવું જીવન આપવા વિશાળ પાયે વૈજ્ઞાનિક અભિગમથી કેટલ કેમ્પસ્ કર્યાં.
- 
                        1988 7 April to 12 January 1989 7 April to 12 January 1989
 સ્વામીશ્રીની બારમી વિદેશ ધર્મયાત્રા દરમ્યાન તેમનું બ્રિટન પાર્લામેન્ટમાં સન્માન થયું.
- 
                        1988 સ્વામીશ્રીની બારમી વિદેશ ધર્મયાત્રા દરમ્યાન તેમનું કેનેડાની પાર્લામેન્ટમાં સન્માન થયું. સ્વામીશ્રીની બારમી વિદેશ ધર્મયાત્રા દરમ્યાન તેમનું કેનેડાની પાર્લામેન્ટમાં સન્માન થયું.
- 
                        1990 22 to 26 May 22 to 26 May
 વલ્લભવિદ્યાનગર ખાતે 36,000 બાળકો-યુવાનોની આંતરિક શક્તિઓને ખીલવતો અપૂર્વ આંતરરાષ્ટ્રીય બાળ-યુવા મહોત્સવો યોજ્યા.
- 
                        1991 12 July to 11 August 12 July to 11 August
 અમેરિકામાં ન્યૂજર્સી ખાતે 11 લાખથી વધુ લોકોને ભારતીય સંસ્કૃતિનો અપૂર્વ સંદેશ આપતો ભવ્ય ‘કલ્ચરલ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા’ ઉજવ્યો.
- 
                        1992 ગાંધીનગરમાં યોગીજી મહારાજના શતાબ્દી મહોત્સવની ભવ્ય ઉજવણી કરી. ગાંધીનગરમાં ‘સ્વામિનારાયણ અક્ષરધામ’ મહામંદિર રચીને સ્વામીશ્રીએ તેનું આ પ્રસંગે લોકાર્પણ કર્યું. ગાંધીનગરમાં યોગીજી મહારાજના શતાબ્દી મહોત્સવની ભવ્ય ઉજવણી કરી. ગાંધીનગરમાં ‘સ્વામિનારાયણ અક્ષરધામ’ મહામંદિર રચીને સ્વામીશ્રીએ તેનું આ પ્રસંગે લોકાર્પણ કર્યું.
- 
                        1993 મહારાષ્ટ્રમાં ભૂકંપ-રાહત સેવાઓ કરી બે ગામ દત્તક લઈ તેનું નવનિર્માણ કર્યું. મહારાષ્ટ્રમાં ભૂકંપ-રાહત સેવાઓ કરી બે ગામ દત્તક લઈ તેનું નવનિર્માણ કર્યું.
- 
                        1995 20 August 20 August
 ઇંગ્લેન્ડની ધરતી પર લંડનમાં વિશ્વની આઠમી અજાયબી સમા ગણાતા ભવ્ય મંદિરનું નિર્માણ કર્યું અને ભારતીય સંસ્કૃતિના મહિમાનો ઉદ્ઘોષ કર્યો.
 મુંબઈમાં સ્વામીશ્રીનો ભવ્ય અમૃત મહોત્સવ ઉજવાયો તે પ્રસંગે મુંબઈમાં તેમણે વિશાળ નેત્ર હોસ્પિટલનું લોકાર્પણ કર્યું. ત્યારપછીના બે દાયકા દરમ્યાન તેમણે કુલ 7 હોસ્પિટલો અને 11 ફરતાં દવાખાનાંઓ સ્થાપીને લાખો લોકોની સારવાર કરી નવું જીવન આપ્યું.
 બી.એ.પી.એસ.ને યુનો દ્વારા કન્સલ્ટેટીવ સ્ટેટસ.
- 
                        1997 લંડનમાં સેન્ટ જેમ્સ પેલેસ ખાતે બ્રિટનના રાજવી પ્રિન્સ ચાર્લ્સે 					સ્વામીશ્રીને સત્કાર્યા. લંડનમાં સેન્ટ જેમ્સ પેલેસ ખાતે બ્રિટનના રાજવી પ્રિન્સ ચાર્લ્સે 					સ્વામીશ્રીને સત્કાર્યા.
 સૌરાષ્ટ્રમાં પૂર અસરગ્રસ્તોની સેવા.
- 
                        1998 7 July 7 July
 પ્રમુખસ્વામી મહારાજે ન્યૂયોર્ક ખાતે હૃદયની બાયપાસ સર્જરી કરાવી.
- 
                        1999 નૈરોબી, ઈસ્ટ આફ્રિકામાં પ્રથમ શિખરબદ્ધ મંદિરની મૂર્તિપ્રતિષ્ઠા. નૈરોબી, ઈસ્ટ આફ્રિકામાં પ્રથમ શિખરબદ્ધ મંદિરની મૂર્તિપ્રતિષ્ઠા.
 ઇઝરાયલમાં યહૂદી અને ખ્રિસ્તી ધર્મસ્થાનોમાં જઈને સદ્ભાવનાની પ્રાર્થના કરી. યહૂદી ધર્મવડા રબાઈ શ્રી બાક્સીડોરન સાથે સંવાદિતા-મુલાકાત.
- 
                        2000 ‘ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોડ્ર્સ’ દ્વારા બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર – લંડનને વિશેષ બહુમાન. ‘ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોડ્ર્સ’ દ્વારા બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર – લંડનને વિશેષ બહુમાન.
 આંધ્રપ્રદેશના વિનાશક પૂરમાં સેવાકાર્ય.
- 
                        2000 29 August 29 August
 યુનોમાં ‘મિલેનિયમ વર્લ્ડ પીસ સમીટ’માં સંબોધન કરીને સ્વામીશ્રીએ યુનોમાં વિશ્વધર્મ સંવાદિતાની હાકલ કરી.
 સૌરાષ્ટ્રના દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં કેટલ કેમ્પ અને રાહતકાર્ય, સૌરાષ્ટ્ર.
 કરમસદ ખાતે કન્યાઓ માટેના અદ્યતન શૈક્ષણિક સંકુલ ‘સ્વામિનારાયણ વિદ્યાપીઠ’નો પ્રારંભ.
 વ્યસનમુક્તિ અભિયાન : 4,00,000 લોકોને વ્યસનમુક્ત કરાયા.
 ડભોઈમાં પછાત વર્ગોના લોકો માટે ‘જનરલ હોસ્પિટલ’નો પ્રારંભ.
- 
                        2000 ટોરોન્ટોના મેયર Mel Lastman સ્વામીશ્રીને ‘કી ટુ ધ સીટી’ અર્પણ કરે છે. ટોરોન્ટોના મેયર Mel Lastman સ્વામીશ્રીને ‘કી ટુ ધ સીટી’ અર્પણ કરે છે.
- 
                        2000 4 October 4 October
 અમેરિકાના પ્રેસિડેન્ટ બિલ ક્લિન્ટન તથા યુનોના અધ્યક્ષ કોફી આનન સાથે સ્વામીશ્રીની ઐતિહાસિક મુલાકાત.
 
- 
                        2001 ગુજરાતમાં આવેલા વિનાશક ભૂકંપ પછી વિરાટ પાયે પુનર્વસનનું  વિરાટ સેવાકાર્ય. 15 ગામો-વસાહતો દત્તક લઈને તેનું નવનિર્માણ, 49 				શાળાઓનું પુનર્નિમાણ, 409 ગામોમાં રાહતસામગ્રીનું વિતરણ કર્યું. ગુજરાતમાં આવેલા વિનાશક ભૂકંપ પછી વિરાટ પાયે પુનર્વસનનું  વિરાટ સેવાકાર્ય. 15 ગામો-વસાહતો દત્તક લઈને તેનું નવનિર્માણ, 49 				શાળાઓનું પુનર્નિમાણ, 409 ગામોમાં રાહતસામગ્રીનું વિતરણ કર્યું.
 ઓરિસ્સામાં પૂરથી અસરગ્રસ્ત દત્તક લીધેલા ચાર ગામોનું પુનઃનિર્માણ કરીને લોકાર્પણ કર્યાં.
- 
                        2001‘ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોડ્ર્સ’માં વિશ્વની સૌથી વધુ પ્રતિભાશાળી 20 વ્યક્તિઓમાં પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજનું સન્માન.
- 
                        2004 8 February 8 February
 રાષ્ટ્રપતિ ડો. કલામની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે બી.એ.પી.એસ. બાળપ્રવૃત્તિના સુવર્ણ મહોત્સવ’ની ઉજવણી.
 અમેરિકાની સરકાર દ્વારા પ્રમુખસ્વામી મહારાજને લાઇફ ટાઇમ અચિવમેન્ટ એવોર્ડ.
- 
                        2005 6 November (Kartik sud 5, VS 2062) 6 November (Kartik sud 5, VS 2062)
 માત્ર પાંચ વર્ષમાં દિલ્હીમાં સ્વામિનારાયણ અક્ષરધામનું નિર્માણ પૂર્ણ કરીને સ્વામીશ્રીએ રાષ્ટ્રપતિશ્રી અબ્દુલ કલામ, વડાપ્રધાન શ્રી મનમોહનસિંહ અને અન્ય પ્રતિષ્ઠિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં તેનું લોકાર્પણ કર્યું.
 આંદામાન, તામિલનાડુ અને પોંડિચેરીમાં આવેલા વિનાશક સુનામી દ્વારા અસરગ્રસત 51 ગામડાંઓમાં રાહતકાર્ય.
 ભારતીય સંસ્કૃતિના વિવિધ પાસાંઓને જગતને દર્શન કરાવતી ‘મિસ્ટીક ઇન્ડિયા’ આઈમેક્સ ફિલ્મ રચી.
- 
                        2006 સુરતમાં આવેલ ભારે વરસાદને કારણે જળપ્રલયમાં તારાજ થયેલા લોકો માટે રાહતકાર્ય. સુરતમાં આવેલ ભારે વરસાદને કારણે જળપ્રલયમાં તારાજ થયેલા લોકો માટે રાહતકાર્ય.
 સન 2004માં દક્ષિણ ભારતમાં આવેલા વિનાશક સુનામી હોનારતમાં તારાજ થયેલા તામિલનાડુ રાજ્યના પટ્ટીકુલમ્ કુપમ્ અને મહાબલીપુરમ્ કુપમ્ દત્તક લઈને તેનું લોકાર્પણ કર્યું.
 ચેન્નઈમાં બે તમિલ ગામો કૃષ્ણન્કારણી અને વિલિનૂરમાં નૂતન મંદિરના ઉદ્ઘાટન.
- 
                        2007 પ્રાઈમ મિનિસ્ટર ઓફ કેનેડા, મેયર ઓફ ટોરોન્ટો અને પ્રીમિઅર ઓફ ઓન્ટારીઓની હાજરીમાં સ્વામીશ્રી મંદિર ઉદ્દઘાટિત કરે છે. પ્રાઈમ મિનિસ્ટર ઓફ કેનેડા, મેયર ઓફ ટોરોન્ટો અને પ્રીમિઅર ઓફ ઓન્ટારીઓની હાજરીમાં સ્વામીશ્રી મંદિર ઉદ્દઘાટિત કરે છે.
- 
                        2007 બાળમંડળો દ્વારા વ્યસનમુક્તિ અભિયાન આદર્યું, જેમાં 6,30,000 લોકો વ્યસનમુક્ત થયા. બાળમંડળો દ્વારા વ્યસનમુક્તિ અભિયાન આદર્યું, જેમાં 6,30,000 લોકો વ્યસનમુક્ત થયા.
 યુવાનોના સર્વાંગી ઘડતર માટે સારંગપુરમાં ‘યુવા તાલીમ કેન્દ્ર’નો પ્રારંભ.
 બી.એ.પી.એસ. સંસ્થાના ભવ્ય શતાબ્દી મહોત્સવની અમદાવાદ ખાતે શાનદાર ઉજવણી. ચતુર્દિવસીય સાંસ્કૃતિક કાર્યક્રમમાં લાખો મુમુક્ષુઓએ જીવન ઘડતરની પ્રેરણા મેળવી.
 ગિનિસ બુક ઓફ રેકોડર્સ દ્વારા પ્રમુખસ્વામી મહારાજને બે બહુમાન અર્પણ થયાં. (1) દિલ્હીનું બી.એ.પી.એસ. સ્વામિનારાયણ અક્ષરધામ વિશ્વનું સૌથી મોટું સર્વાંગ પરિપૂર્ણ હિન્દુ મંદિર (2) પ્રમુખસ્વામી મહારાજે વિશ્વના પાંચેય ખંડોમાં સૌથી વધુ 713 મંદિરોનું વિક્રમી સર્જન.
- 
                        2008લંડન બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરને બ્રિટન સરકાર દ્વારા ‘પ્રાઈડ ઓફ પ્લેસ’ એવોર્ડ એનાયત.
 બિહારમાં પૂરરાહત કાર્ય અને અમેરિકામાં ત્રાટકેલા ‘આઈકે’ વાવાઝોડામાં અસરગ્રસ્તોની વહારે.
- 
                        2009સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતમાં અતિવૃષ્ટિમાં અનેક ગામડાંઓમાં રાહતકાર્ય.
 લંડનના બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરને ‘કવીન્સ એવોર્ડ ફોર વોલન્ટરી સર્વિસીઝ’ એવોર્ડ એનાયત.
- 
                        2010 4 July (Jeth vad 7, VS 2066) 4 July (Jeth vad 7, VS 2066)
 બી.એ.પી.એસ. સ્વામિનારાયણ અક્ષરધામ, દિલ્હીમાં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ શોધ સંસ્થાનનો મંગલ પ્રારંભ.
- 
                        2011સ્વામિનારાયણ અક્ષરધામ, દિલ્હીને રીડર્સ ડાયજેસ્ટ દ્વારા 21મી સદીની સાત અજાયબીઓમાં સ્થાન.
 અમેરિકામાં ન્યુજર્સી ખાતે રચાઈ રહેલા ભવ્ય ‘સ્વામિનારાયણ અક્ષરધામ’નો શિલાપૂજનવિધિ.
 ટાન્ઝાનિયામાં થયેલા વિસ્ફોટ અને જાપાનમાં આવેલ સુનામી-ભૂંકપમાં અસરગ્રસ્તોની સેવામાં
- 
                        2012 15 June (Jeth vad 11, VS 2068) 15 June (Jeth vad 11, VS 2068)
 અમદાવાદમાં સ્વામીશ્રીને પેસમેકર મૂકવામાં આવ્યું.
- 
                        2012અમદાવાદમાં ‘બી.એ.પી.એસ. યોગીજી મહારાજ હોસ્પિટલ’નું ઉદ્ઘાટન.
- 
                        2013 અમદાવાદ ખાતે બી.એ.પી.એસ. યુવાપ્રવૃત્તિ ષષ્ટીપૂર્તિ મહોત્સવ ઊજવાયો, જેમાં 60,000 જેટલા યુવાનો રચનાત્મક બન્યા. અમદાવાદ ખાતે બી.એ.પી.એસ. યુવાપ્રવૃત્તિ ષષ્ટીપૂર્તિ મહોત્સવ ઊજવાયો, જેમાં 60,000 જેટલા યુવાનો રચનાત્મક બન્યા.
- 
                        2013વડોદરા ખાતે નૂતન ‘બી.એ.પી.એસ. શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલ’નો શુભારંભ.
- 
                        2014 10 August (Shravan sud 15, VS 2070) 10 August (Shravan sud 15, VS 2070)
 અમેરિકામાં ન્યુજર્સી ખાતે રોબિન્સવિલમાં પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે અક્ષરધામ સંકુલમાં નૂતન મંદિરનું ઉદ્ઘાટન અને અક્ષરધામ મહામંદિરનું ભૂમિતલપૂજન કર્યું.
 બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ સાર્ધ શતાબ્દી વર્ષ ઉપક્રમે 23,000 વૃક્ષોનું વાવેતર અને યુવાનો દ્વારા 5,72,100 સી. સી. રક્તદાન. આ ઉપરાંત અનેકવિધ સમાજસેવી કાર્યો.
- 
                        2015 ડો. એ.પી.જે. અબ્દુલ કલામે પ્રમુખસ્વામી મહારાજના આધ્યિત્મક 	સ્વાનુભવો પર પુસ્તક ‘ટ્રેન્સેન્ડન્સ’ લખીને સ્વામીશ્રીના હસ્તકમળમાં 	અર્પણ કર્યું. ડો. એ.પી.જે. અબ્દુલ કલામે પ્રમુખસ્વામી મહારાજના આધ્યિત્મક 	સ્વાનુભવો પર પુસ્તક ‘ટ્રેન્સેન્ડન્સ’ લખીને સ્વામીશ્રીના હસ્તકમળમાં 	અર્પણ કર્યું.
- 
                        2016 3 to 13 May 2016 3 to 13 May 2016
 પ્રમુખસ્વામી મહારાજે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર સારંગપુરનો દસ દિવસીય શતાબ્દી મહોત્સવ હજારો ભક્તોની ઉપસ્થિતિમાં ઉજવ્યો.
- 
                        2016 13 August 2016 13 August 2016
 પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર સારંગપુર ખાતે સંવત 2072 ના શ્રાવણ સુદ દશમ ના રોજ સાંજે 6-00 વાગ્યે અક્ષરધામગમન કર્યું.
 
		
		
		 
		
	 
